પાટણમાં રહેતાં એક વૃદ્ધ પિતા પર પુત્ર અને પુત્રવધુએ માર મારવાની ઘટના અંગે આક્ષેપ કરતી ફરીયાદ વૃદ્ધે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને ઈજાઓ થતાં ધારપુર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પાટણમાં મોતીશા દરવાજા પાસે રહેતા લક્ષ્મણભાઈ કરશનભાઈ પટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બપોરના સમયે તેઓ ઘરે હતાં તે દરમિયાન પુત્ર દિનેશભાઈ પટણી અને પુત્રવધુ આશાબેને આવીને ઘર છુટ્ટું કરાવવા રૂપિયા કેમ આપ્યા કહીને પુત્રએ લાફે ઝીંકી દીધો હતો અને પુત્રવધુએ માથામાં બે પત્થર માર્યા હતા. તેમજ ફરીથી પુત્રએ સાઇકલનું ટાયર છાતી અને બરડાના ભાગે મારતાં પત્નીઆવી જતાં છોડાવીને ખાનગી વાહનમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં બંને વિરુદ્ધ આક્ષેપ કરતી ફરીયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: