પાટણ : ચાણસ્મા પોલીસે 10 દિવસ પુર્વે રૂ.7.16 કરોડની સાયબર ઠાગાઈ એટલે કે મ્યુલ એકાઉન્ટોનો પર્દાફાશ કરીને 14 વચેટીયાઓ સહિત કુલ 33 વિરુદ્ધ ગુનો નોંધી 20 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના 13 આરોપીઓ ફરાર હોવાથી તે પૈકીના વધું પાંચ આરોપીઓની ધરપકડ કરી ચાણસ્મા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. જે બાદ આરોપીઓ દ્વારા જામીન અરજી મુકતાં ચાણસ્મા કોર્ટે નામંજૂર કરી પાંચેય આરોપીઓ પૈકી કિરણજી લક્ષ્મણજી ઠાકોર, વિશાલ ચંદુજી ઠાકોર તેમજ કિરણજી અમરતજી ઠાકોર તથા વિપુલજી પરમાજી ઠાકોર અને કુમજીજી રાવતાજી ઠાકોરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા બાદ આરોપીઓ દ્વારા જામીન અરજી મુકી હતી. જેમાં બચાવ પક્ષના વકીલે દલીલો કર્યા બાદ ચાણસ્મા કોર્ટના સરકારી વકીલ આશુતોષ ગોસ્વામીએ જામીન અરજીનો વિરોધ કરતાં દલીલો કરી હતી કે આરોપીઓ સંગઠિત સાયબર ફ્રોડ રેકેટમાં સક્રિય સહભાગી હતા. ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળીને ચાણસ્મા કોર્ટના ન્યાયાધીશ આર.એમ. ચાવડાએ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી અને આરોપીઓને સુજનીપુર સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો