રાધનપુર પોલીસ મથક ની ટીમ ગત રોજ રાધનપુર-ભાભર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી.તેવા સમયે પોલીસ ને ખાનગી રાહે માહિતી મળી હતી કે હરેશભાઇ તેજાભાઈ ની.ઠાકોર અને જેવતભાઈ કાંતિભાઈ ની.ઠાકોર(રહે. ગોટીમ્બા મુ.તા.રાધનપુર) બંને વ્યક્તિઓ એક બીજાના મેલાપીણાંથી વિદેશી દારૂ લાવી આર્થિક લાભ મેળવી પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલ છે.જે માહિતી આધારે રાધનપુર પોલીસની ટીમે ઓચિંતા ગોટીમ્બા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનમાં રેઇડ કરી તપાસ કરતાં ઘરના એક રૂમ તથા બાથરૂમમાંથી ખાખી રંગની પેટીઓમાંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જે રેઇડ દરમિયાન પાસ પરમિટ વગરની વિદેશી દારૂની બોટલ નગ 4179 મળી કુલ રૂ.10,51384 નો મુદ્દામાલ રાધનપુર પોલીસે ઝડપી પાડી દારૂનો સંગ્રહ કરનાર નિરાશ્રિાત જેવતભાઈ કાંતિભાઈ અને નિરાશ્રિાત હરેશભાઇ તેજાભાઈ વિરૂદ્ધ રાધનપુર પોલીસે ગૂનો નોંધી મોટા પ્રમાણમાં ઝડપાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









