સમી શંખેશ્વર હાઈવે પર સમી નજીક ચેક પોસ્ટ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી અને તેની આગળ પાયલોટીંગ કરી રહેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડીને તેમાથી રૂ. 1.35 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે કુલ 3 આરોપીઓને ઝડપી પાડીને તમામ મુદ્દામાલ કબજે કરી સમી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમી ઈન્ચાર્જ પીઆઈ એ.પી.જાડેજાને બાતમી મળી હતી કે ગોચનાદ તરફ્થી વિદેશી દારૂ ભરીને એક ગાડી શંખેશ્વર તરફ્ જવાની છે અને તેની આગળ એક સ્વિફ્ટ કાર પાયલોટીંગ કરી રહી છે. જેની જાણ તેમણે તેમની ટીમને કરતાં સમી શંખેશ્વર હાઈવે પર ચેક પોસ્ટ પાસે નાકાબંધી કરી વોચ ગોઠવતાં બાતમી વાળી ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં સ્વિફ્ટ કારની પાછળ રહેલી વેન્યુ ગાડીમાંથી રૂ.1,35,142 ની કિંમતની વિદેશી દારૂની કુલ 197 બોટલો મળી આવતાં પોલીસે બંને વાહનોમાં રહેલા મહેન્દ્રભાઈ ગીરધારીજી માજીરાણા તથા ભરતકુમાર મોડારામ માજીરાણા અને મુકેશભાઈ ચેલાભાઈ રાણાની અટકાયત કરીને તેમની પાસેથી રૂ.10 લાખની કિંમતના બે વાહનો સહિત 15 હજારની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન કબજે કરી સમી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.