સિદ્ધપુર ખાતે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને તેના ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલ એક શખ્સે તેની દિકરીના લગ્ન પ્રસંગે તૈયાર કરવા માટે પાર્લર પર લઈ આવી પરત જતી વખતે બ્યુટી પાર્લરની સંચાલિકાને પણ સાથે ઘરે મુકવાના બહાને ગાડીમાં બેસાડીને એક ખેતરમાં ગાડી ઊભી રાખી દુષ્કર્મ આચર્યા બાદ ધમકી આપી અલગ અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લે મિત્રની ઓફ્સિમાં પણ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તે મિત્રએ પણ મહિલા પાસે બિભત્સ માંગણી કરતાં બંને વિરુદ્ધ મહિલાએ ફરીયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધપુરની એક બ્યુટી પાર્લર સંચાલિકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ઈન્સ્ટાગ્રામ મારફ્તે ખોલવાડા ગામનો પ્રકાશજી ચમનજી રાજપુત સંપર્કમાં આવ્યો હતો અને 15 દિવસ અગાઉ તે તેની દિકરીને લગ્ન પ્રસંગે તૈયાર કરવા બ્યુટી પાર્લર પર મુકી ગયો હતો અને થોડી વારમાં પરત લેવા આવ્યો હતો. જે દરમિયાન બ્યુટી પાર્લર સંચાલિકાને પણ ઘરે ઉતારવાનું કહી ગાડીમાં બેસાડયા બાદ તેની દિકરીને ઘરે ઉતારી ગાડી સીધી ગાંગલાસણ રોડ પર આવેલ એક ખેતરમાં ઊભી રાખી લોક મારીને ગાડીમાં જ મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈને જાણ કરીશ તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરે ઉતારી ગયો હતો. એ જ દિવસે મહિલા તેનું પાર્લર બંધ કરતી હતી તે સમયે ત્યાં પહોંચી ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ચારેક દિવસ બાદ મહિલા એકટીવા પર જઈ રહી હતી તે દરમિયાન ગાડી લઈને આવી ટક્કર મારવાની ધમકી આપી ગાડીમાં એક સોસાયટી પાસે લઈ જઈ ગાડીમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 25 જાન્યુઆરીના દિવસે પ્રકાશ ચમનજી રાજપુત અને તેનો મિત્ર જીગ્નેશ નવીનચંદ્ર રાવલ બ્યુટી પાર્લર પર આવીને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સાથે જીગ્નેશ રાવલની ઓફ્સિમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે જીગ્નેશ નવીનચંદ્ર રાવલે પણ મહિલા પાસે બિભત્સ માંગણી કરતા તે રડવા લાગતાં બંને જણા ગાડીમાં બેસાડીને ઉતારી ગયાં હતાં.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા









