સિદ્ધપુર પંથકમાં વધુ એક ખનન ચોરીની પાટણ ભુસ્તર વિભાગની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં પાટણ ભુસ્તર વિભાગની કચેરીમાં મળેલી માહિતીને આધારે સિદ્ધપુરના કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા મુડવાડા ગામના તળાવમાં ગેરકાયદે ખોદકામ થતું હોવાની ખનીજ વિભાગની ટીમે ગામમાં પહોંચી ખોદકામ કરી રહેલા પાંચ ટ્રેકટર સહિત લોડર મશીન જપ્ત કરી કાકોશી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયું હતું. તેમજ ખનન માફિયાઓ સામે હવે ખનીજ વિભાગ દ્વારા ખોદકામ કરેલ જગ્યાની માપણી કર્યા બાદ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પાટણ ભુસ્તક કચેરી દ્વારા જણાવ્યું હતું. પાટણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી મહર્ષિ વ્યાસને બાતમી મળી હતી કે સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા મુડવાડા ગામના તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદે કોઈપણ પ્રકારની પરમિટ લીધા વગર ખનન કરી રહ્યા છે. જેના આધારે ભુસ્તર શાસ્ત્રી મહર્ષિ વ્યાસની ટીમ દ્વારા મુડવાડા ગામના તળાવમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ખનન કરી રહેલા લોડર મશીન સહિત પાંચ ટ્રેકટર જપ્ત કરી કાકોશી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ત્યારબાદ હવે તળાવમાં કરેલા ખોદકામની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: