પાટણ જિલ્લાના હારીજ શહેરના નગરજનો છેલ્લા ઘણાં સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામ્યા છે. હારીજ નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે
એટલું નહીં નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભૂગર્ભ ગટર ઉભરાવવાનો નિયમિત પ્રશ્ન બની રહ્યો છે, એકબાજુ લોકોને પીવાનું પાણી નિયમિત મળતું નથી, તો બીજી બાજુ પીવાના પાણીની પાઈપ લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સ્વચ્છતા ના નામે પણ કઈ કામકાજ કરવામાં આવતું નથી જ્યાં જોઈએ ત્યાં ગંદકી જોવા મળી રહી છે.
જેને કારણે નાગરીકો મચ્છરજન્ય રોગનો ભોગ બનતાં હોવાથી નાગરીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો અનુસાર હારીજ ગામમાં આવેલ ગૂંદી વાળા રોડ પર આશરે છેલ્લા 6 મહિના કરતાં પણ વધારે સમયથી મેઈન રોડ પર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ફરી રહ્યા છે જે ગંદા પાણી માં લોકો ચાલવા મજબૂર બન્યા છે બીજી તરફ્ એ વિસ્તાર રહેતા વડીલો સવારે પૂજા અર્ચના કરવા માટે મંદિર જાય છે ત્યારે પણ વડીલો ને આવા ગંદા પાણી માથી પસાર થઈ જવાનો વારો આવ્યો છે આ વિસ્તાર ના લોકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છત્તાં પાલિકા ના સત્તાધીશો કોઈ વાત સાંભળવા તૈયાર નથી લોકોના જણાવ્યા મુજબ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા માટે પાલિકા ને અપીલ કરી રહ્યા છે જો સત્વરે નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હારીજ નગરપાલિકા ના અંદરો અંદર ડખો ચુંટણી પૂર્ણ થઈ અને પ્રમુખ અને ઉપપ્રમુખ ઇની વરણી કરવામાં આવે ત્યાર બાદ થોડા સમયમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને સામે ભાજપાના જઇ કોર્પોરેટરો સામસામે લડાઈ ચાલી રહી છે તેમની અંદરો અંદર ની લડાઈ માં હારીજ નગર નો વિકાસ રૂંધાઈ રહ્યો હોય એવું સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. ગંદી વાળા રોડ પર છેલ્લા 6 મહિનાથી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી રોડ પર ફરતા હોય ગંદકી અને મચ્છર જન્ય રોગો થવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. હારીજના ગામ દરવાજા વિસ્તારમાં પીવાનું પૂરતી પાણી નહીં આવતું હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પૈસા ખર્ચ કરી પાણીના ટેન્કર લાવવા મજબૂર બન્યા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો