પાટણ શહેરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે જમીને ચાલવા નિકળેલા એક આધેડ વયના રાહદારીને રસ્તો ક્રોસ કરતી વખતે સિદ્ધપુર હાઇવે પર અજાણ્યા બેફામ વાહને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઈજાને કારણે મૃત્યુ થતાં પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વાહન ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઈને નાસી છૂટયો હતો.


પાટણના રશિયન નગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આશરે 55 વર્ષિય હર્ષદ કુમાર મણીલાલ શ્રીમાળી નામના આધેડ રાત્રે જમીને આંટો મારવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલ ફાઈવ એલ.પી? ભવન નજીક રસ્તો ક્રોસ કરતી વખતે પસાર થતા અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ નિચે પટકાતાં કપાળના ભાગે અને હાથપગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જનતાહોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલક મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: