હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક સેમેસ્ટર-1 અને અનુસ્નાતક સેમેસ્ટર-1 ની 51 જેટલી પરીક્ષાઓ 1લી જાન્યુઆરી 2026થી શરૂ થશે, જેમાં લગભગ 90 હજાર થી 1લાખ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને 186 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ યોજવાની છે.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી છે. ત્યારે આગામી 1લી જાન્યુઆરીથી હવે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તેમજ અગાઉની પરીક્ષામાં સ્નાતક સેમ. 1 અને અનુસ્નાતક સેમ. 1માં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.1 થી 9 જાન્યુઆરી સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે. જેમાં જુદાજુદા અભ્યાસક્રમોની કુલ 51 જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં 90 હજાર થી 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પાટણ, બનાસકાંઠા, થરાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આમ કુલ છ જિલ્લાના 186 પરીક્ષા કેન્દ્ર ઉપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ પરીક્ષાની નિયામક ડો.મિતુલભાઈ દેલીયાએ જણાવ્યું હતું. પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે અગાઉના બે તબક્કામાં જે રીતે ફ્લાઈગ સ્કોડ અને ઓબ્ઝરવરની નિમણૂક કરવામાં આવી હતી. તે પ્રમાણેની નિમણૂક કરીને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: