રાધનપુર ખાતે આવેલી જન આક્રોશ સભામાં કિરીટ પટેલે લવિંગજી સામે કટાક્ષ કરી તેમને નાચવા વાળા કહેતા ની સાથે જ લવિંગજીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને સામે પ્રત્યુતર આપી કિરીટ પટેલ દારૂ પીતા હોવાના સન સનાટી ભર્યો આક્ષેપ કરતાની સાથે જ કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગતરોજ પાટણ જિલ્લામાંથી કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવેલ જન આક્રોશ રેલી રાધનપુર ખાતે પહોંચી હતી. જે ભર સભામાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાન વચ્ચે જ બોલા ચાલી ના દ્રશ્યો સર્જાયા હતા. જે સભામાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આગળી ચીંધી કટાક્ષ સાથે જણાવ્યું હતું કે રાધનપુરમાં બોલવા વાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળા ધારાસભ્ય લાવવામાં આવ્યા.આમ ગતરોજ ની સભામાં લવિંગજીના વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો લવિંગજીએ કિરીટ પટેલને પ્રહાર સાથે વળતો જવાબ આપી નિવેદનમાં જણાવ્યું હતું મારા વિસ્તારમાં ગતરોજ કોંગ્રેસ નેતાઓ જન આક્રોશ રેલી લઈને આવ્યા હતા. જે સભામાં રઘુ દેસાઈ ને જંગી બહુમતી થી જીતાડ જો તેવું એલાન કિરીટ પટેલ દ્વારા કરતાની સાથે જ એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે સભામાં કિરીટ પટેલ એ મને નાચવા વાળો કહયો હતો પરંતુ હું બચપણ થી ભજન કીર્તનનો માણસ છું. પરંતુ કિરીટ પટેલ તમે શું કરો છો મને બધી ખબર છે મિસ્ટર કિરીટ પટેલ તમે દારૂ પીને પડયા રહો છો અને તમે ના ખાવાનું ખાવો છો તમો પટેલ છો તમને આ શોભતું નથી. અમો અહીં કઈ ખોટું કરવા માંગતા નથી અને તમારા બકવાસ ને હું વખોળી નાખું છું. તમે એક આંગળી ચિધસો તો ત્રણ આંગળી તમારા સામે આવે છે.










