એક સપ્તાહ પેહલા હારીજ તાલુકાના વેજાવાડા ગામના એક બુટલેગર નો રોડા વેજાવાડા વચ્ચે આવેલ કાતરા ના પાટિયા નજીક એક કેબિનમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ કરવા માટે એક સગીર વયના યુવાન સાથે નો વિડિઓ વાયરલ થતા વિસ્તારમાં હડકમ્પ મચી જવા પામ્યો હતો. જે વાયરલ વિડીઓને લઈ હારીજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી ના માર્ગદર્શન અંતર્ગત અસામાજીક ગુંડાતત્વ પ્રવૃત્તિ રોકવા અને ગેર કાયદેસાર દબાણ દૂર કરવા પોલીસ એક્ષનમોડ મા આવી જતા ગુરુવારના રોજ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા પી.આઈ .એ.જે.મહેરિયા અને હારીજ પોલીસ જવાનોની ટીમ વેજાવાડા ગામના અસામાજીક પ્રવૃત્તિ કરતા બુટલેગર ઠાકોર કીર્તિજી ચંદાજી ના કાતરા નજીક ગેર કાયદેસર મુકવામાં આવેલા કેબિન ને જેસીબી મસીનથી ઉઠાવી લેવામા આવ્યું હતું.ઠાકોર કીર્તિસિંહ વિરુદ્ધ 9 જેટલા પ્રોહિબિશન ને લગતા ગુનાઓ નોંધાયેલા છે.જેઓ પર કાર્યવાહી કરાતા કાતરા પાટિયા નજીક ગેરકાયદેસર કેબિન મૂકી દારૂનું વેચાણ કરતા જે કેબિન નું દબાણ કરેલું દૂર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: