સમી તાલુકાના બાસ્પા ગામે ગામના જ પિતા પુત્રએ યુવકે પૈસા આપી દીધા હોવા છતાં પણ પૈસાની ઉઘરાણી કરી અપશબ્દો બોલી લાકડી અને ગડદા પાટુંનો માર માર્યો હોવાના આક્ષેપ કરતી ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધું તપાસ હાથ ધરી. બાસ્પા ગામના સાહીલખાન સિકંદરખાન બલોચે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેઓ બાસ્પા કનીજ ચાર રસ્તા પાસે ઊભો હતો. તે દરમિયાન ગામના હેંગાભાઈ વસ્તાભાઈ ભરવાડ તથા તેમનો દિકરો પ્રવિણ હેંગાભાઈ ભરવાડે આવીને મારા લીધેલા પૈસા આપી દે તેમ કહેતાં યુવકે મે તમારા પૈસા આપી દીધેલા છે. એમ કહેતાં ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી માથામાં લાકડી મારી હતી. તેમજ પુત્રએ ગડદા પાટુંનો માર મારતાં પ્રથમ સમી અને ત્યારબાદ વધુ સારવાર ધારપુર હોસ્પિટલમાં લીધા બાદ બંને પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Gir Somnath : ગીરની કેસરનો વૈશ્વિક ડંકો, તાલાલા યાર્ડમાં 55 દિવસમાં રેકોર્ડબ્રેક વેચાણ









