રાધનપુર તાલુકાના નાનાપુરા ગામે રહેતા પરમાર જયંતીભાઈ રઘુભાઈ ગતરોજ નાનાપુરા સીમમાં આવેલ ખેતરમાં ગયા હતા અને બપોરના સમયે ખેતરમાં રહેલ જાળા નીચે ખાટલો રાખીને સુતા હતા તેવા સમયે તેજ ગામના રાવળ નવઘણભાઈ પોલાભાઈએ જયતીભાઈ પરમાર ને જાતિ વિષયક અશબ્દો બોલી કહેલ કે પ્રજાપતિ મનસુખભાઈ નું ખેતર તે કેમ ભાગે રાખેલ છે તેમ કહી ન થઈ શકાય તેવી ગાળો બોલતા જયતિભાઈ એ ગાળો બોલવાની ના પાડતા અચાનક ઉશ્કેરાઈ ગયેલા નવઘણભાઈ એ નજીકમાં પડેલ લાકડી માથા ના ભાગે મારી હુમલો કર્યો હતો.તેવા સમયે જયતીભાઇ બુમાં બૂમ કરી ને ખેતરે થી ગામ તરફ્ જતા રહ્યા હતા અને હુમલો કરનાર નવઘણ રાવળ પણ ફરી ગામમાં જઈ ને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આમઇજાગ્રસ્ત જયતીભાઈ પરમારે રાધનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ તેઓને શરીર માં ભાગે વધુ ઇજા જણાતા તેઓને વધુ સારવાર માટે ધારપુર ખાતે રીફર કરાયા હતા.જે બનાવે પરમાર જયતીભાઈ એ રાધનપુર પોલીસ મથકે રાવળ નવઘણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: