પાટણ શહેરમાં ફેમીલી કોર્ટમાં પતિ સાથે મુદત ભરવા માટે આવેલી યુવતીના માતાપિતા અને ભાઈએ યુવતિના પતિને પ્રેમ લગ્નની અદાવત રાખી ચપ્પલ વડે અને હાથ પગ વડે મુઢમાર માર્યો હોવાના આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાલીસણા ગામના અને ધારપુર હોસ્પિટલમાં સફઈ કામદાર તરીકે નોકરી કરતા દિક્ષિત નગીનભાઈ તુરીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આક્ષેપ સાથે નોંધાવેલી ફ્રિયાદ મુજબ તેણે છ મહિના અગાઉ પાટણની કિંજલ કિર્તિભાઈ શ્રીમાળી સાથે પ્રેમ લગ્ન કરેલા હોવાથી મુદત ભરવા માટે પાટણની ફેમિલી કોર્ટમાં આવ્યા હતા. તે સમયે કિંજલના પિતા કિર્તિભાઈ તથા માતા કમળાબેન અને ભાઈ હાર્દિક પણ ત્યાં હાજર હોવાથી સસરાએ પત્નીને હાથ પકડી દુર લઈ ગયા બાદ સાળાએ પકડી રાખી સાસુએ ચપ્પલ અને હાથ પગ વડે મુઢમાર મારતાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો