ગુજરાતભરની શાળાઓમાં બાળકોને અભ્યાસ દરમાયાન પીરસવામાં આવતું મધ્યાન ભોજનની શંખેશ્વર તાલુકામાં 5 ગામોની સંચાલકોને મુદત પુર્ણ થવાથી નવા સંચાલકોને ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુબાપુરા ખંડીયા રૂની સીપુર અને પાડલા ગામોમાં મધ્યાન ભોજન સંચાલકોને નીમણુક કરવાની હોવાથી 58 જેટલી અરજીઓ આવેલી હતી અને તારીખ 18 જુનના રોજ આ બાબતનું મૌખીક ઈન્ટરવ્યુ રાખવામાં આવેલું હતું અને પાંચ ગામોમાં મધ્યાન ભોજન સંચાલકોને નીમણુક આપવામાં આવી હતી પરંતું બાબતે શંખેશ્વર તાલુકા ભાજપના ભરત ઠાકોરે દ્વારા વાંધો ઉઠાવ્યો હતો અને કલેક્ટરને લીખીત અરજી કરી હતી અને અરજીમાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં ગેરરીતી થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે શંખેશ્વર મામલતદારને બાબતે ભરત ઠાકોરે રજુઆત કરી ભરતીમાં ગેરરીતી થયેલી હોવાથી આ ભરતી રદ કરવા ની માગણી કરી હોવાનું સામે આવ્યુ પરંતું શંખેશ્વર મામલતદાર નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મધ્યાન ભોજન સંચાલકની 58 અરજીઓ આવેલી હતી તેમાંથી પાંચ ગામોમાં સંચાલકની નીમણુક કરવામાં છે આથી મામલતદારે જણાવ્યું હતું કે જો તમારે ભરતી બાબતે વાંધો હોયતો તમે અપીલમાં જઈ શકો છો ગેરરીતિ અંગેના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા. મધ્યાહન ભોજન સંચાલકની નિમણુકમાં સરકારના નિયમ મુજબ અભ્યાસની સાથે સાથે યોજના વિશે જાણકારી અને પરિપત્રોને ધ્યાનમાં રાખી મધ્યાહન ભોજન સંચાલકની નિમણુક અપાતી હોય છે.



ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: