પાટણ જિલ્લા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત યોજાનાર વિજ્ઞાન કાર્યક્રમમાં એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની વિદ્યાર્થીની માહી મકવાણાની રાજ્યકક્ષા માટે પસંદગી થતાં શાળા પરિવાર અને સમગ્ર કાંસા ગામમાં આનંદની લાગણી પ્રસરી છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત રાજ્યની સંબંધિત સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, નવીન વિચારધારા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. ચાલું વર્ષની પરિષદનો મુખ્ય વિષય ભોજન લેવાની વિવિધ પદ્ધતિઓથી માનવ શરીર પર થતી અસર છે. આ વિષય પર ખુબ ઊંડાણ પુર્વકનું સંશોધન કરી પ્રોજેક્ટ રજૂ કર્યો છે. પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક મંચ પર એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયની વિદ્યાર્થીની માહી મકવાણાની રાજ્યકક્ષા માટે પસંદગી થવી એ શાળા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
