પાટણ તાલુકાના બાલીસણા પાસેથી જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂ સાથે એક ટ્રેક્ટર અને થ્રેસર ઝડપી પાડી અંદરથી રૂપિયા 2.95 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી મુદ્દામાલ આપનાર સહિત મંગાવનાર અને ટ્રેક્ટર માલિક તથા ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.


પાટણ જિલ્લા LCB શાખાના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના માણસો બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે સમયે બાતમી મળી હતી કે બાલીસણાથી ડેર તરફ્ના માર્ગ પર એક ટ્રેક્ટર પાછળના થ્રેસરના ખાનામાં વિદેશી દારૂ ભરેલ છે જેના આધારે પોલીસે રેડ કરી તપાસ કરતા થ્રેસરના ખાનામાંથી રૂપિયા 2,95,131 લાખનો વિદેશી દારૂમળી આવતા પોલીસે ટ્રેક્ટર અને થ્રેસર સહિત વિદેશી દારૂ બાલીસણા પોલીસ સ્ટેશનમાં લાવી દારૂ મંગાવનાર અને ભરી આપનાર સહિત ટ્રેક્ટર માલિક તથા ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: