પાટણ : હાલમાં ઉનાળાની ઋતુને બે મહિના જેટલો સમય વિતી રહ્યો છે. ત્યારે ગરમીએ પણ જોર પકડયું છે. જેમાં ઉનાળાની ગરમીમાં લોકો વધુ પડતું લીંબુ શરબતનું સેવન કરતાં હોવાથી લીંબુની બજારમાં વધુ પડતી માંગ રહેતી હોય છે. પરંતુ બીન સીઝનમાં લીંબુની આવક ઓછી થતી હોવાથી માંગ પ્રમાણે ભાવ પણ આસમાને પહોંચતા હવે છે. હાલમાં પાટણની બજારમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂ. 200 એ પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે કે સામાન્ય દિવસોમાં રૂપિયા પચાસની કિંમતે પ્રતિ કિલો મળતાં લીંબુ હાલમાં 250 ગ્રામના પચાસ રૂપિયા ચુકવવા પડે છે.

Ahmedabad News: ડુપ્લીકેટ બ્લડ પ્લાઝમા કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર









