રાધનપુર નજીક આવેલા પુલ પર ગત રોજ ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.ગત રોજ બાસ્પા ગામના દેવીપૂજક સમાજના યુવાનો લોડિંગ રિક્ષામાં લીંબોળી વેચવા માટે રાધનપુર તરફ્ જઈ રહ્યા હતા.તે સમય દરમિયાન રસ્તામાં રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે યુવાનોને શરીર ના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે સારવાર દરમિયાન સચિન દલસુખરામ દેવીપૂજકની હાલત ગંભીર જણાવતા સચિન ને વધુ સારવાર માટે મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવાનો બાસ્પા ગામના દેવીપૂજક સમાજના હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: વસ્ત્રાલમાં નવી ગાડીઓ ભરેલું કન્ટેનર પસાર થતાં જ આખો રોડ બેસી ગયો, કન્ટેનર કાઢવા તંત્રની મથામણ









