રોકડ અને ઘરેણા સહિત કુલ 5.67 લાખની તસ્કરી : સ્થાનિક પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડૉગ સ્કવોર્ડ સહિતની મદદ લઈ ચોરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભીસિદ્ધપુર શહેરમાં તાવડીયા રોડ પરની મસ્કાન ટાઉનશિપ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.

જેમાં એક મકાનમાંથી તસ્કરોએ રૂ.2.60 લાખની રોકડ રકમ સહિત સોનાના અને ચાંદીના ઘરેણા મળીને કુલ 5.67 લાખની ચોરી કરી હતી. તદ્પરાંત અન્ય પાડોશમાં આવેલા બે મકાનોમાં પણ ચોરી થતાં સિદ્ધપુર પોલીસે તાત્કાલિક અસરથી સોસાયટીમાં પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરી કરવા માટે આવેલ તસ્કર ટોળકી સીસીટીવી કેમેરાના કેમેરામાં દેખાતાં પોલીસે તેની મદદથી પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરની તાવડીયા રોડ પર આવેલ મસ્કાન ટાઉનશિપમાં રહેતાં સાયરાબાનુ તેમની દિકરીના ઘરે ગયા હતા તે દરમિયાન પડોશીએ તેમના મકાનનું તાળુ તુટેલું હોવાથી જાણ કરતાં જ દિકરી સાથે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં સોસાયટીમાં અન્ય બે મકાનોમાં ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસે જાણ કરતાં જ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા રૂ.2.60 લાખ રોકડ રકમ સહિત સોનાનો સેટ, સોનાની વીંટી, સોનાની ચેઈનો, સોનાની નાકની ચુની, સોનાનું પેંડલ, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ઝાંઝર તથા ચાંદીની લક્કી અને ચાંદીની વીંટીની ચોરી થવા પામી હોવાનું સામે આવતાં અજાણ્યા તસ્કરો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુંટેજના આધારે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તદ્પરાંત શહેરમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં પણ તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફ્ળ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો