પાટણ શહેરમાં આવેલ શૈલજા બંગ્લોઝમાં મહાદેવ મંદિર અને ગોગા મહારાજના મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો સહિત સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આમ હર્ષોલ્લાસ સાથે સોસાયટીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો.
પાટણમાં શૈલજા બંગ્લોઝમાં શૈલમ મહાદેવ અને ગોગા મહારાજની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વહેલી સવારથી કળશ યાત્રા નિકળી હતી. જેમાં મહિલાઓ માથે કળશ સાથે પસાર થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બીજી તરફ્ મહાદેવજીની મુર્તિ સહિત શીતળા માતાજી, ગણપતિ દાદા, બળિયાદેવની મુર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. શુભ મુહૂર્તમાં ભુદેવોના શાસ્ત્ર્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આમ હર્ષોલ્લાસ સાથે સમગ્ર સોસાયટીના રહીશોએ ભવ્ય આયોજન કર્યું હતું અને યજમાન પદે બિરાજિત થઈને ધાર્મિક વીધીનો લ્હાવો લીધો હતો.
