પાટણ શહેરમાં અવારનવાર પાણીની અને ગટરની પાઈપલાઈનો લીકેજ થવાના બનાવો બનવા પામતાં હોય છે. જેને લઈ હજારો લીટર પાણીનો વેડફટ થતો હોય છે. એક તરફ્ કેટલાક લોકોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચતુ નથી ને બીજી તરફ્ પાઈપલાઈનો તુટી જવાથી હજારો લીટર પાણીનો વેડફટ થતાં લોકોમાં પણ રોષ જોવા મળતો હોય છે. ત્યારે વધું એક વખત પાટણમાં અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તુટી જતાં પાણી રોડ પર રેલાતાં હજારો લીટર પાણીનો વેડફટ થવા પામ્યો હતો.
પાટણ શહેરમાં વોર્ડ નં 2 માં સમાવિષ્ઠ વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર રેલાતા માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક તરફ્ તેમના ઘરો સુધી પીવાનું પાણી ઓછા દબાણથી અને અપુરતા પ્રમાણમાં આવે છે. ત્યારે બીજી તરફ્ પીવાના પાણીની પાઈપલાઈન તુટી જતાં હજારો લીટર પાણીનો વેડફટ સીધો જ ગટરમાં થતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.










