ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત શનિવારે પાટણના વાગડોદ ખાતે સરસ્વતી તાલુકાના 50 થી વધુ ગામોના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં રબારી સમાજ દ્વારા સોના ચાંદી અને ખોટા ખર્ચા ઉપર કાપ મુકી શિક્ષણ તરફ્ આગળ વધવા હાકલ કરવામાં આવી હતી. તેમજ રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે આગામી 25 મી જાન્યુઆરી એટલે કે રવિવારે સવારે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન યોજાનાર છે. જેનું આમંત્રણ આપવા રબારી સમાજના દાનવીર ભામાશા અને ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત રબારી સમાજના આગેવાનોએ રવિવારે પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ સ્થિત શ્રી મહાકાળી મંદિર ખાતે 50 થી વધુ ગામોના રબારી સમાજના આગેવાનો અને યુવાનો સાથે બેઠક યોજીને રબારી સમાજને ખોટા કુરિવાજોમાંથી બહાર આવી કુરીવાજો પાછળ થતા ખર્ચને અટકાવી શિક્ષણ તરફ્ આગળ વધવા માટે હાકલ કરવામાં આવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: