સરસ્વતી તાલુકાના કાંસા ગામે આવેલ એક બંધ મકાનને તસ્કર દ્વારા ગત છ મહિના અગાઉ નિશાન બનાવી. મકાનમાં પ્રવેશ કરી અંદરથી તિજોરીના લોકરના તાળા તોડી. અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ગયા અંગેની ફરીયાદ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન ચોરીને અંજામ આપનાર શખ્સને ઝડપી લેવામાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને સફ્ળતા મળી હતી. અને પોલીસે તસ્કર પાસેથી રૂ. 1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામે છ મહિના અગાઉ સુરેશભાઈ દલપતભાઈ રાજપુરોહિતના બંધ મકાનની ધાબાની સીડી પરથી તસ્કરે મકાનમાં પ્રવેશ કરી. તિજોરીનો લોક તોડી અંદરથી 1,72,500 ની કિંમતના સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા 7 હજાર રોકડ રકમની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે અમદાવાદ ખાતે રહેતા મહેશ ઉર્ફે અક્કુ ઉર્ફે કાળુ ડોન વાલ્મિકીને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી 1,96,826 ની કિંમતના સોના ચાંદીના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો