હારીજ શહેરમાં આવેલ એક દુકાનના ગોડાઉનમાંથી દુકાનમાં નોકરી કરતા શખ્સે જ ચોરી કરી હતી. ગોડાઉનમાંથી ઘર વપરાશની કુલ 36 જેટલી વસ્તુઓ ચોરી જતાં દુકાનના મેનેજરે શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો હતો. હારીજ શહેરમાં આવેલ ક્રિનલ એન્ટરપ્રાઈઝ નામની દુકાનના મેનેજરની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દુકાનનું ગોડાઉન કે.પી હાઈસ્કૂલ પાસે આવેલ છે જેમાં તેઓ એફ્.એમ.સી.જી નો માલ હોલસેલના ભાવે ખરીદી સંગ્રહ કરે છે. ત્યારે દુકાનમાં નોકરી કરતો આનંદ ભરતભાઈ ઠાકોર નામનો શખ્સ માલ સાથે હારીજ પોલીસે ઝડપ્યો ગોડાઉનમાં તપાસ કરતા અલગ અલગ 55,825 ની કિંમતની 36 જેટલી વસ્તુઓની ચોરી થયાનું જણાતાં તેમણે ફરીયાદ નોંધાવતા પોલીસે ઝડપાયેલ શખ્સને સાથે રાખીને બનાવ સ્થળે પંચનામું કર્યું હતું અને મુદ્દામાલ કબજે કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: