પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ ગદોસણ નજીક પાટણ તાલુકા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન પાટણ તરફ્થી આવતાં એક શંકાસ્પદ બાઈક ચાલકને ઊભો રાખી તેની પાસે સાધનિક કાગળો માંગતા કાગળો ન હોવાથી વધુ પુછપરછ કરતાં તેણે બાઈકની કાંકરેજ તાલુકાના ખોડા ગામની દુધ સાગર ડેરી પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે લાખાણી તાલુકાના શખ્સની અટકાયત કરી બાઈક કબજે કર્યું હતું. પાટણ તાલુકા પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન પાટણ તરફ્થી શંકાસ્પદ બાઈક ચાલક આવતાં પોલીસે તેનું નામ પુછતાં તે લાખાણી તાલુકાના શેરગઢ,પેપરૂ ગામનો શંભુજી કેશાજી ઠાકોર હોવાનું જણાવતાં પોલીસે બાઈકના સાધનિક કાગળો માંગતા તેની પાસે ન હોવાથી વધુ પુછપરછ કરતાં તેણે બાઈકની કાંકરેજ તાલુકાના ખોડા ગામની દુધ સાગર ડેરી પાસેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસે વધુ તપાસ કરતાં બાઈક ચોરીનો ગુનો શિહોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.
