શંખેશ્વર : હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગત રાત્રે શંખેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની પધરામણીથી વાવણી કરેલા પાકોને જાણે નવજીવન મળ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીની લહેર ફરીવળી હતી. શંખેશ્વર તાલુકાના ટુવડ, રણોદ, કુંવારદ, પંચાસર, પાડલા, દાંતિસણા, બોલેરા, ખંડીયા, મોટીચંદુર, લોલાડા સહિતના સમગ્ર તાલુકામાં વરસાદ વરસતાં ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાવણી બાદ યોગ્ય સમયે પડેલા વરસાદથી પાકને મોટો ફાયદો થવાની આશા જાગી છે. વરસાદે માત્ર ખેતરોને જ નહીં, પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ હરિયાળી લાવી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો