સમી પંથકમાં ઉનાળાની ઋતુમાં કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ સર્જાતી હોય છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકોના ઘરો સુધી પાણી પહોંચતું ન હોવાની પણ બુમરાણ ઉઠવા પામતી હોય છે. ચાલુ વર્ષે ઉનાળાની ઋતુમાં સમી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પુરતું પાણી ન મળતું હોવાની લોકોની રજૂઆતને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને આશરે 200 થી પણ વધુ પાણીના?? ગેરકાયદે લીધેલા ભુતિયા કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સમી તાલુકાના બાબરી તથા ચાંદરણી ગામ સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈ લોકોની રજૂઆતને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણીના ભુતિયા કનેક્શન દુર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી આશરે 200 થી પણ વધુ ગેરકાયદેસર પાણીના ભુતિયા કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે પુરતું પાણી ન મળતું હોવાથી ગ્રામજનો દ્વારા પણ પાણી પુરવઠા વિભાગની આ કાર્યવાહીને આવકારી હતી અને કાયમી ધોરણે જરૂરીયાત પ્રમાણે પાણી મળી રહે તેવી માંગ કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: