પાટણમાં પશુપાલકોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે, પશુપાલકોની ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે દાદાગીરી સામે આવી છે, પશુપાલકોએ કર્મચારીઓને અપશબ્દો કહ્યા અને પશુપાલકોએ ઢોર ડબ્બામાંથી બળજબરીથી ગાયો છોડાવી ગયા હોવાની વાત સામે આવી છે.


પાટણના પારેવા સર્કલ પાસે 15થી વધુ ગાયોને રખાઇ હતી

પાટણમાં પશુપાલકોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે, નગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓએ રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા અને પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં 15 થી વધુ ગાયોને રખાઈ હતી ત્યારે પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને બીભસ્ત ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા. એકી સાથે ગાયો દોડતા રોડ ઉપર અફરાતફડી મચી હતી, પશુપલકોની અનેક વખત દાદાગીરી આવી સામે.

લાકડીઓ લઈને શખ્સો ગાયો છોડાવવા આવ્યા હતા

તો પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, ધોકા અને લાકડીઓ લઈને શખ્સો દાદાગીરી કરવા આવ્યા હતા અને ગાયોને છોડાવી ગયા હતા, આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુમનુભાઈ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ નામના પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ છે.


આ પણ વાંચો : Agriculture News : આ ખેડૂતે ધો.12 પછી અભ્યાસ છોડયો, આજે 450થી વધુ ખેડૂતોને રોજગારી આપે છે


 

  • Follow us on: