શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ધનતેરસના દિવસે અસહાય લોકો માટે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાય છે. સેવાભાવી અગ્રણી ગોરધન ઠક્કર (બેબાશેઠ) તેમજ સ્થાનિક પટ્ટણી યુવક મંડળના કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભિક્ષુકોને શોધી સ્નાન કરાવવામાં આવ્યું હતું. તદ્પરાંત મેટ્રો હેર કટિંગના મહેશ લીમ્બાચીયા સહિતના સહયોગીઓ દ્વારા સલુન સેવા આપી હતી. આ સેવાયજ્ઞમાં પટ્ટણી યુવક મંડળના સભ્યોએ સેવા આપી હતી. આ પ્રસંગે ગોરધન ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ ધનતેરસે ધનની પુજા કરવાને બદલે દરિદ્રનારાયણમાં ઈશ્વરનો વાસ માનીને આ અસહાય લોકોની સેવા કરવાનું પસંદ કરે છે જેથી તેમને આત્મસંતોષ મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam 

Volunteers in Patan celebrated Dhanteras by bathing homeless and disabled people, providing new clothes and offering compassionate community service.

Patan, Dhanteras, Charity, Community Service