પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ તરફ્થી લોડીંગ રિક્ષા લઈને બે વ્યક્તિઓ પાટણ તરફ્ આવી રહ્યા હતા. તે દરમિયાન પાટણના ખાનપુર પાટીયા નજીક પહોંચતા રિક્ષાનો જોઈન્ટ તુટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા પલટી મારી જતાં અંદર સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી 108 મારફ્તે સારવાર માટે ખસેડાયો હતો.


ઘટનાની મળતી પ્રાથમિક માહિતી મુજબ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના બે વ્યક્તિઓ લોડીંગ રિક્ષા લઈને પાટણ તરફ્ આવી રહ્યા હતા. તે દરમિયાન રિક્ષા પાટણના ખાનપુર પાટીયા નજીક પહોંચતા અચાનક ચાલું રિક્ષાએ જોઈન્ટ તુટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રિક્ષા પલ્ટી મારી જવા પામી હતી. જેથી રિક્ષામાં સવાર હનુજી જેઠુજી રાઠોડ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: