આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓગાડ ખાતે મળશે.


તે અગાઉ પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાજ બહાર ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્નપ્રસંગમાં ડ્ઢત્ન-સનરૂફ્ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે. સામાજિક એકતા માટે 'એક સમાજ એક રિવાજ'નું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેની બેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ એના અમલીકરણ માટે શપથ લીધા હતા. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ આ બંધારણનું ઉલ્લંઘન કરશે તો એના પ્રસંગમાં તેનાં કુટુંબીજનોએ કોઈએ હાજર રહેવું નહીં. જો કોઈ વ્યક્તિ એકલી એવું કરવા માગતી હોય તો ભલે કરે, પણ બાકીનાં પરિવારજનો કે સગાં-વહાલાંએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં.

 સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે

 લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર મહા અને વૈશાખ સુદ 1 થી 15 નક્કી

 જાનમાં 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવી પડશે.

 જમણવારમાં મેનુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસાશે

 મામેરામાં 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું

 મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ

 જન્મદિવસની ઉજવણી રકમે શૈક્ષણિક સંસ્થા કે લાયબ્રેરીમાં દાન

મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ દ્વારા માન્યતા નહીં.

સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે આ બંધારણના અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત થશે. આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ખાતે યોજાનારા મહાસંમેલનમાં આ બંધારણનો વિધિવત અમલ શરૂ કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: