પાટણ શહેરમાં સિદ્ધી સરોવર ફ્લ્ટિર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ પાણીની ટાંકીમાંથી જર્જરિત હાલતમાં અને લીકેજ હોવાથી દરરોજનું લાખ્ખો લીટર પીવાનું શુદ્ધ પાણી વહી જતાં સીધું જ ગટરોમાં ઠલવાય છે.જેને લઈ નગરપાલિકાની બેદરકારી છતી થવા પામી છે. જર્જરિત ટાંકીની બાજુમાં નવી ટાંકી બનાવેલી છે પરંતુ પુરતું પ્રેશર મળતું ન હોવાથી હાલમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ ઊભેલી છે.


પાટણમાં શહેરીજનોને પીવાના પાણી માટે બનાવવામાં આવેલી 10 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી જુની ટાંકી ચારે બાજુથી જર્જરિત થઈ જતાં ઠેરઠેર લીકેજ જોવા મળી રહ્યા છે અને ચારેકોરથી પાણીની ધારાઓ વહેતી જોવા મળી રહી છે.દરરોજનું લાખ્ખો લીટર પીવાનું શુદ્ધ પાણી વહીને સીધું જ ગટરોમાં ઠલવાઈ જતાં પાણીનો વ્યય થઈ રહ્યો છે.જર્જરિત હાલતમાં ઊભેલી પાણીની જુની ટાંકીના બાજુમાં જ નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવેલું છે. પરંતુ પુરતું પ્રેશર નહીં મળવાના કારણે તેનો ઉપયોગ નહીં કરતાં હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. જુની ટાંકી ગમે તે સમયે ધરાશાયી થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નવી ઓવરહેડ ટાંકીમાં પુરતું પ્રેશર ન મળતાં અને હાલમાં શહેરમાં એક જ ટાઈમ પાણી મળતું હોવાથી જુની ટાંકીમાં પાણી ભરવામાં આવે છે અને લીકેજ પાણીની લાઈનનું પણ રીપેરીંગ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: