શંખેશ્વર ખાતે જીગો પેઢીના ગેટની બહાર આવેલા એક ઉપાશ્રયનું થોડા મહિના અગાઉ નવીનીકરણ કરવામાં આવ્યું હતું છતાં ગત રોજ અચાનક ઉપાશ્રયના ત્રીજા માળેથી છજાનો થોડો ભાગ તૂટી નીચે ખાબક્યો હતો. સદનસીબે આ સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે અહી ગામના જાહેર રસ્તોની બાજુમાં અને દેરાસર જવાના ગેટ પાસેથી અનેક શ્રદ્ધાળુઓ અને લોકો અહીથી પસાર થતાહોયછે પરંતુ છત તુટીતે સમયે કોઈ ના હોવાથી મોટી જાનહાની ટળી હતી અને ઉપાશ્રયની બાજુમાં પાર્ક કરેલું એક બાઇક છજાનો કાટમાળ તુટીપડતાં સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તાર ગણાતા શંખેશ્વર તિર્થ માં યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મર્યાદિત જગ્યામાં વધુ સુવિધાઓ ઊભી કરવા અનેક બહુમાળી ઇમારતોનું નિર્માણ કરવામાં આવેલું છે. થોડા મહિના અગાઉ નવું બાંધકામ કરેલા ઉપાશ્રયના છજાનો ભાગ તૂટી પડતાં બહુમાળી બીલ્ડીંગો અંગે ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આતો એક સામાન્ય છત તુટીને પડી છે ક્યારેક કુદરતી આપત્તિ સમયે આવી બહુમાળી બીલ્ડીંગોના કારણે ક્યારેક મોટી જાનહાનીનું કારણન બને તે મહત્વનું છે જોકે ઉપાશ્રય પાસે કોઈ વ્યક્તિ હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
