પાટણ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શામળાજી પોલીસ મથકે વર્ષ 2000 ની સાલમાં નોંધાયેલા હત્યા કેસના ફરાર આરોપીને મધ્યપ્રદેશના મંદસૌર ખાતેથી નાકાબંધી કરીને ઝડપી લેવામાં સફ્ળતા મેળવી છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ મથકે વર્ષ 2000ની સાલમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક હરિયાણાના ટ્રક ચાલક લિયાકતઅલી અબ્દુલકરીમ મેવે સાથે નોકરી કરતા ટ્રકના કંડક્ટર રાજસ્થાનના અનિલ ભવરલાલ ઠાકુરને તિક્ષ્ણ હથિયાર વડે ગુપ્તાંગ કાપી ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેનું મોત નિપજ્યું હતું. જે બાદ તે છેલ્લા 26 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના માણસોને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલો આરોપી હાલમાં મહારાષ્ટ્રના મનમાડ પાસે મેવાતી ઢાબા નામની હોટલ ચલાવે છે અને તે હાલમાં હરિયાણા ખાતે પોતાના વતન તરફ્ ટ્રકમાં જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે દિલ્હી મુંબઈ હાઇવે ઉપર મધ્યપ્રદેશના મંદસૌર પાસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી લીધો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: