પાટણ : પાટણ શહેરમાં આગામી 25 અને 26 જુનના દિવસે યોજાનાર મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતીપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે મહોરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે ચર્ચા કરી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા સહિત જુલુસ દરમિયાન તકેદારી રાખવા સુચનો કર્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: