પાટણ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ જીનલબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગત સભાની કાર્યવાહીને વંચાણે લીધા બાદ મુખ્ય એજન્ડા મુજબ બે સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેમજ તાલુકાના વિકાસ કામોને વેગ આપવા કારોબારી સમિતી માટે કુલ 8 સભ્યોની વરણી કરવામાં આવી હતી. તેમજ ન્યાય સમિતિમાં કુલ પાંચ સભ્યોનો સમાવેશ કરાયો હતો. સભામાં પ્રમુખની મંજૂરીથી તાલુકા વિકાસ અધિકારીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 થી ઉપસ્થિત તમામ સભ્યોને માહિતી આપી હતી. આગામી તારીખ 12 થી 20 દરમિયાન જિલ્લા પંચાયત સીટ મુજબ યોજાનાર જનકલ્યાણ શિબિર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કુણઘેર, સંખારી, નોરતા અને કણી મળીને કુલ 4 જગ્યાએ યોજાશે. જેને લઈ તમામ સભ્યોને માહિતી આપી હતી. આયોજિત પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખે તાલુકાના દરેક ગામમાં તલાટીને સમયસર કામ કરવા સુચના આપી હતી. તેમજ બાકીના વિકાસના કામો સરપંચને સાથે રાખીને તાત્કાલિક પુરા કરવા માટે જણાવ્યું હતું. તદ્પરાંત દરેક સદસ્યનેવેરા ઉઘરાવવા મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









