સિદ્ધપુર શહેરમાં પાલનપુર હાઈવે પર દેથળી સર્કલ નજીક રાત્રીના સમયે રસ્તો ઓળંગતા સમયે એક રાહદારી યુવકને હાઈવે માર્ગ પર પસાર થતા વાહનચાલકે અડફેટે લેતાં તે કમરથી નિચેના ભાગે ગંભીર રીતે કચડાઈ જતાં ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જેને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના ભાઈની ફરીયાદના આધારે સિદ્ધપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરમાં રહેતા આશરે 34 વર્ષીય વિનુભાઈ હાથીજી ઠાકોર રાત્રીના સમયે? સિદ્ધપુરના દેથળી સર્કલ નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસે હાઈવે પર રસ્તો ઓળંગતા સમયે હાઈવે માર્ગ પર પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તે વાહન નીચે ગંભીર રીતે શરીરના કમરના ભાગે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેની જાણ મૃતકના ભાઈને થતાં તેઓ દોડી આવ્યા હતા અને મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારને સોંપતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે મૃતકના ભાઈ કનુજી ઠાકોરે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: