રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ પવિત્ર દાદા મહાવલી સરકારની દરગાહમાં તાજેતરમાં અજાણ્યા તત્વો દ્વારા ચોરીની ઘટના બનેલી હતી. આ ઘટનાથી સમગ્ર ગામ તથા આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ચોરીની આ ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાધનપુર પોલીસ મથકના પીઆઈ આર. કે. પટેલે સ્ટાફની ટીમ સાથે મળીને ઝડપી અને સુચિત તપાસ ચલાવી ચોરીની ઘટનાનો સફ્ળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પ્રશંસનીય કામગીરી બદલ રાધનપુર મુસ્લિમ સમાજના યુવાઓ સોહિજભાઈ ઘાંચી, માયોદીનભાઈ ઘાંચી, અશરફ્ભાઈ તાહિર દ્વારા રાધનપુર પીઆઈ આર. કે. પટેલનું પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









