પાટણ જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પરિસરમાં વોલીબોલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયી દ્વારા રવિવારે દિપાવલીના શુભદિને ઉઘ્દાટન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીએ જણાવ્યું હતું કે આજે દિવાળીના શુભ દિવસે પરિસરમાં વોલીબોલ કોર્ટનું ઉઘ્દાટન કરવામાં આવ્યું છે જેને લઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માનસિક તણાવ મુક્ત રહે અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા હેતુથી વોલીબોલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉઘ્દાટન પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયદીપસિંહ સોલંકી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ બી.એન.ચૌધરી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
