પાટણ શહેરમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના તેમજ માંસ-મટન અને ઇંડાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવા અંગે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય શાહ ધીરજલાલ પુનમચંદ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખીત રજુઆત કરી માંગ કરી હતી. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય ધીરજલાલ શાહ દ્વારા કલેકટર સમક્ષ કરેલી લેખીત રજુઆતમાં માંગ કરી છે કે પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજની ધાર્મિક લાગણી અને અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પાટણ શહેરમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તથા માંસ-મટન અને ઇંડાની દુકાનો બંધ રાખવા જરૂરી આદેશ કરી તેનો કડક અમલ કરાવવા માંગ કરવામાં આવી છે. તેમણે 9 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર એમ 9 દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે માંગ કરી છે.
