પાટણ સહિત જિલ્લાભરમાં દિવાળીના તહેવારોનો વિધિવત રીતે વાઘ બારસના દિવસથી પ્રારંભ થઈ ગયો છે અને લોકો પણ દિવાળી ખરીદીમાં મસ્ત બની ગયા છે. જેને લઈ હાલમાં પાટણ સહિત જિલ્લાના શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. આજે દિવાળીની ઉજવણી કરવામાં આવશે અને આવતી કાલે પડતર દિવસ હોવાથી બેસતું વર્ષ મંગળવારે છે. જેથી બેસતાં વર્ષના દિવસે વહેલી સવારથી જ લોકો મંદિરોમાં દર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે અને બીજા દિવસે ભાઈબીજ નિમિત્તે ભાઈઓ પોતાની બહેને મળવા માટે જશે. તો બીજી તરફ્ દિવાળી નિમિત્તે ખાનગી નોકરી અને સરકારી નોકરીઓમાં મીની વેકેશન જોવો માહોલ હોવાથી કેટલાક લોકો ટુર પર પણ પરિવાર સાથે દિવાળી મનાવવા ઉપડી ગયા છે. પાટણ સહિત જિલ્લાભરમાં આજે લોકો દ્વારા ધામધુમથી દિવાળીના પર્વની ઉજવણી કરશે. દિવાળી પર્વ નિમિત્તે ધંધા નોકરી અર્થે બહાર વસતાં લોકો પણ મોટેભાગે પોતાના માદરે વતન આવી ગયા હોવાથી હાલમાં પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર ભરચક જોવા મળી રહ્યો છે. આવતી કાલે પડતર દિવસ છે અને ત્યારબાદ મંગળવારે બેસતાં વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં લોકો વહેલી સવારે ઈષ્ટદેવના દર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. તો કેટલાક સ્થળોએ યજ્ઞોનું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે બુધવારે ભાઈબીજ નિમિત્તે ભાઈઓ પોતાની બહેનોને મળવા માટે જશે આમ પાટણ સહિત જિલ્લાભરમાં દિવાળી સહિત બેસતું વર્ષ અને ભાઈબીજની ધામધુમથી ઉજવણી કરવાના ભાગરૂપે હાલમાં બજારમાં લોકોની કપડા, ફરસાણ, મીઠાઈ અને ફ્ટાકડાની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.
