પાટણના એક નિવૃત્ત ASI વિરુદ્ધ ACB દ્વારા દાખલ કરવામાં આવેલ ફરીયાદ અને ધરપકડ બાદ ASI દ્વારા પાટણની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી મુકતાં કોર્ટે નામંજૂર કરી દેતાં ASI નો જેલવાસ લંબાયો છે.


પાટણ સી.પી.આઈ કચેરીમાં ફરજ બજાવી ચુકેલા તત્કાલીન ASI ઈશ્વરભાઈ નાગજીભાઈ દેસાઈ વિરુદ્ધ ફરીયાદીએ ACB પોલીસ સમક્ષ તેમને ASI દ્વારા કચેરીમાં બોલાવી પોક્સોના કેસમાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરતાં અંતે 50 હજાર આપવાની વાત કરતાં વર્ષ 2020 માં જાન્યુઆરી મહિનામાં છટકું ગોઠવ્યું હતું. પરંતુ નિષ્ફ્ળ જતાં ACB એ ખુલ્લી તપાસ કરતાં દસ્તાવેજી પુરાવા સહિત વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાના આધારે તત્કાલીન ASI ઈશ્વરભાઈ દેસાઈ સામે ગુનો નોંધાતા તેમણે હાઈકોર્ટે સમક્ષ આગોતરા જામીન અરજી મુકતાં હાઈકોર્ટે નામંજૂર કરતા આખરે પોલીસના શરણે થયાં હતાં અને હવે તેમણે પાટણ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી મુકતાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠકકરે વિરોધ કરતાં રજુઆત કરી હતી કે આરોપી તે સમયે રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોક્સોના કેસમાં ફરીયાદીને સંડોવી દેવાની ધમકી આપી લાંચની માંગણી કરી હતી. જે લાંચના છટકા દરમિયાન થયેલું રેકોર્ડિંગ આરોપી દ્વારા લાંચની માંગણી દર્શાવે છે. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન નામંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરતાં પાટણ સેશન્સ કોર્ટે નિયમિત જામીન અરજી નામંજૂર કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: