પાટણ શહેરમાં નગરપાલિકાના મહિલા ચીફ્ ઓફ્સિર રવિવારે જાહેર રજાના દિવસે શહેરમાં થતી સાફ્સફાઈની બાબતે તપાસ અર્થે નિકળતાં તેઓની નજર રખડતાં ઢોર પર પડતાં નજીકમાં જ આવેલ ઢોર બાંધવાના વાડામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જોયું તો નવો ઘટસ્ફેટ થયો હતો. ઢોર બાંધવાના વાડામાં રહેણાંક ઓરડીઓ બનાવેલ હતી અને તેમાં પકોડીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રહેતા હતાં. વધુ તપાસ કરતા સ્થળ પરથી સડેલા બટાકા અને સરકારી મીઠું તથા ચણા પણ મળી આવ્યા હતા.


પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલ ઠાકર રવિવારે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેમની ટીમ સાથે મીરા દરવાજા કુલડીવાસ વિસ્તારમાંથી પસાર થતાં હતાં. તે દરમિયાન રસ્તા પર ઢોર રખડતાં હોય તેઓ દ્વારા નજીકમાં જ આવેલ ઢોર બાંધવાના વાડામાં તપાસ માટે પહોંચતા જ તેમને એક નવી બાબત ધ્યાનમાં આવી હતી. જેમાં રખડતાં ઢોર બાંધવાના વાડામાં રહેણાંક ઓરડીઓ બનાવેલ હતી અને જેની અંદર પકોડીના વ્યવસાય સાથે સંકળાયેલા પરપ્રાંતિય લોકો રહેતા હતાં. જેથી વધુ તપાસ કરતાં સ્થળ પરથી પકોડી બનાવવા વપરાશમાં લેવાતાં સડેલા બટાકા અને સરકારી મીઠું તથા ચણા પણ મળી આવ્યા હતા. સુત્રો પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ સરકારી મીઠું તથા ચણા બાબતે તપાસ દરમિયાન તે જ વિસ્તારમાં કોઈ શખ્સ કરીયાણાની દુકાન પર સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની વિગતો પણ મળી હતી. આ બાબતે ચીફ્ ઓફ્સિર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સરકારી જથ્થા અંગે તંત્રને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: