વઢીયાર પંથકના જૈન તિર્થ શંખેશ્વર ગુજરાત ભરમાં જાણીતું છે. અહી પ્રભુ પાર્શ્વનાથ દાદા બીરાજમાન હોય અને વર્ષ દહાડે હજારોની સંખ્યામાં શ્રાધ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને તેમાંય પોષ દશમીના જૈન ધર્મમાં ઘણુંજ મહત્વ ગણવામાં આવેછે આ દીવસે હજારોની સંખ્યામાં શ્રાધ્ધાળુઓ શંખેશ્વર તીર્થ આવી અઠ્ઠમ તપની આરાધના કરતા હોય છે ત્યારે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતિ શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્રના પ્રણેતા ગચ્છાધિપતિ આચાર્ય કૌંકણ કેસરી લેખેનદ્રશેખર સુરીશ્ચરજી મ.સા ના સાનિધ્ય માં પોષ દશમ નિમીતે અઠ્ઠમ તપની આરાધના પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રાધ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ પાર્શ્વનાથ દાદાનો જન્મકલ્યાણક દીવસ પ્રસંગે જૈનાચાર્યો મસા એ પ્રવચન કર્યુ હતું તેમજ શંખેશ્વર ખાતે આવેલા ઉપાશ્રાયો અને દેરાસરોમાં સાધુ ભગવંતોની ઉપસ્થિતિમાં પાર્શ્વનાથ દાદાના જન્મ કલ્યાણક દીક્ષા દીવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને સાધુ ભગવંતો દ્વારા પ્રવચનો સંભડાવ્યા હતાં તેમાં જીવણદાસ ગોડીદાસ પેઢીના દેરાસર સંચાલિત ઉપાશ્રા આચાર્ય તિર્થ ભદ્ર સુરીશ્ચરજી મ.સા તેમજ પ્રવચન જૈન શ્રુત મંદીરે ખાતે બીરાજમાન પ.પુ.આ.પુર્ણચંન્દ્રસુરી સુરીશ્વરજી મ.સા.પૂ.પુ આ. મુક્તિપ્રભ સુરીશ્ચરજી મ.સા પ.પુ.આ.યુગચંન્દ્રસૂરીજી મ.સા કલાપુર્ણ સ્મૃર્તિ મંદીર ખાતે બીરાજમાન પ.પુ.આ.કલાપ્રભસુરીશ્વરજી મ.સા પ.પુ. કલ્પતરૂ સુરીશ્ચરજી મ.સા. 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈનટ્રસ્ટ ખાતે પ.પૂ.જોતીષાચાર્ય હેમચંદ્રસુરીશ્ચરજી મ.સા.આદી સાધુ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં શંખેશ્વર ખાતે પાર્શ્વનાથ દાદાના જન્મકલ્યાણક દીક્ષા દીવસ નિમીત્તે સામુહી અઠ્ઠમ તપની આરાધનામાં 4000 હજાર ઉપરાંત આરાધકો જોડાયા હતાં અને શંખેશ્વર આખુય ભક્તિ ના રંગે રંગાઈ જવા પામ્યું હતું.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો









