સિદ્ધપુર શહેરમાં થયેલી પાંચ દુકાનોમાં ચોરીની ઘટના બાદ દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમિયાન ચોરીને અંજામ આપનાર ત્રણ શખ્સો સિદ્ધપુર પોલીસના ઝપટે ચડી જતાં પોલીસે ત્રણેયને સાથે રાખીને ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સિદ્ધપુરમાં ગત 28 જુલાઈએ તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી ન્યુ અમીન ગ્લાસ એન્ડ પ્લાયવુડ તથા પટેલ એસોસિએટ, આનંદ ટ્રેડિંગ, ઘનશ્યામ મશીનરી અને શ્રીજી ટ્રેડર્સ નામની પાંચ દુકાનોમાંથી તસ્કરોએ હાથફેરો કરી રૂ. 1.63 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો તેવામાં મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા પિન્ટુ ઉર્ફે રાહુલ મોતીભાઈ અહારી, અનિલ ઉર્ફે કાળીયો ઉર્ફે અન્નો કાંતિભાઈ પુરબીયા તથા રાજા ઉર્ફે ટકલો મુન્નાભાઈ કેવટને ઝડપી ચોરીનો ભેદ ઉકેલી દીધો હતો અને ત્રણેયને સાથે રાખીને પોલીસે સ્થળ પર પંચનામું કરવાની કામગીરી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: