પાટણ શહેરમાં દર વર્ષની જેમ તા.4થી જાન્યુઆરીને રવિવારે શ્રી અંબાજી માતા મંદિર - ગોળશેરીથી શ્રી કંરડીયાવીર મંદિર ફટીપાળ દરવાજા બહાર શ્રી કરડીયા વીરદાદાનો વરઘોડો બેન્ડવાજા સાથે વાજતેગાજતે નીકળ્યો હતો. શહેરના મેઈન બજાર થઈ સોનીવાડો, દોશીવટ બજાર, મદારસા, રતનપોળ, સાલવીવાડો થઈ શ્રી કરડીયાવીર મંદિર ફટીપાળ દરવાજા બહાર ખાતે પહોંચ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં ભાવિક ભક્તોએ ફૂલહારથી વરઘોડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વરઘોડા બાદ વીરદાદાના મંદિરે હવન યોજાયો હતો. હવનમાં શ્રીફ્ળ ગોપાલભાઈ પાઠક ગુરુ જયદેવહિમતસુરી મહારાજના હસ્તે હોમાયું હતું. આ હવન આશરે 126 વર્ષથી શ્રી શિવશાંતિ અર્થે થાય છે. આ પ્રસંગે હજારો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









