સિદ્ધપુર પોલીસ સ્ટેશનના હદમાં પાંચેક દિવસ અગાઉ એક સગીરાનું અપહરણ થયું હોવાની ફરીયાદ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને વિવિધ પાસાઓ હેઠળ અને બાતમીદારોની મદદથી પોલીસે અપહરણ થનાર સગીરા અને તેનું અપહરણ કરનાર એક સગીરને મુંબઈથી શોધી કાઢયા હતા. તે દરમિયાન અન્ય એક થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના પણ સગીરા અને યુવક મળી આવતાં તેમને પણ શોધી વધું તપાસ માટે થરા પોલીસને સોંપ્યા હતા. સિદ્ધપુર પંથકમાંથી ગત 20 જુનની રાત્રે એક સગીરા પોતાના ઘરેથી ગુમ થઈ જતાં તેના પરિવારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરીને બાતમી મેળવી ગુમ થનાર સગીરા અને તેનું અપહરણ કરનાર સગીરને શોધી કાઢવા મુંબઈ પહોંચી હતી. તેવામાં વધુ એક થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગુમ સગીરા અને એક શખ્સ મળી આવતાં પોલીસે ચારેયને પરત લાવી સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં લાવી બંનેને થરા પોલીસને સોંપ્યા હતા. જ્યારે સિદ્ધપુર પંથકમાંથી ગુમ થનાર સગીરાનો કબજો તેના માતાપિતાને સોંપી સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપ્યો હતો.

Kadi : લોનના નામે ખેલાયો મોટો ખેલ, મકાન પર 12 લાખનો બોજો પાડી દીધો પણ લોનના નાણાં જ ન આપ્યા









