સાંતલપુર : સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'ટીબી મુક્ત ભારત અભિયાન 2.0' અંતર્ગત 'તમારા ગામમાં, તમારા દ્વાર સુધી' હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીનની મદદથી કુલ 101 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરાયું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.એ. પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી.એન. પરમાર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કિનરીબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પને સફ્ળ બનાવવા મેડિકલ ઓફ્સિરો, એસ.ટી.એસ. તેજારામભાઈ રાજગોર, કે.કે. સોલંકી, પીએચસી સુપરવાઈઝરો, એક્સ-રે ટેક્નિશિયન હિતેષભાઈ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હરેશકુમાર વી. જોષી, પ્રજાપતિ હરેશભાઈ એલ., મહિલા આરોગ્ય કાર્યકરો, આશા ફેસિલિટેટરો તથા આશા બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવા કેમ્પોના માધ્યમથી હાઈ રિસ્ક વિસ્તારોમાં ટીબીની વહેલી ઓળખ, જરૂરી તપાસ અને સારવાર સુધી લોકોને પહોંચાડવા માટેનીકામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો