રાધનપુર થી ભીલોટ મહેમદાવાદ જતા રસ્તા પર રેલ્વે ફાટક આવેલ છે. જે રસ્તા પર અંદાજીત ત્રીસ કરતાં વધારે ગામો આવેલા છે. પહેલા રેલ્વેની સીંગલ લાઈન હોવાથી માલગાડીઓ ઓછી પસાર થતી હતી. પરંતુ તાજેતરમાં રેલ્વે વિભાગ દ્વારા નવીન બ્રોડગેજ લાઈન શરૂ કરતા રેલ્વેની અવર જવરમાં સતત વધારો જોવા મળી રહયો છે. આ રેલ્વે લાઈન કંડલા લાઈનને જોડતી હોવાથી દિવસ અને રાત્રી દરમીયાન 40 કરતાં વધારે માલગાડી તેમજ પેસેન્જર ગાડીઓ પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થઈ જતા વાહનો ચાલકોને ઘણા સમય ફ્સાઈ રહ્યા છે.પરંતુ ભીલોટ નજીક આવેલ રેલવે ફાટક નું મેન્ટેનન્સ કામ ચાલતું હોવાથી રાધનપુર સુઈગામ હાઈવે છેલ્લા 3 દિવસ થી બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ નડાબેટ અને પાકિસ્તાન બોર્ડર સુધી જતો રસ્તો બંધ રહેતા વાહનચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. અને રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને રાધનપુર જવા માટે ત્રણ કિમી સુધી ફરીને રાધનપુર પહોંચવાની ફરજ પડી રહી છે આમ રાધનપુર ભીલોટ પાસે આવેલ રેલવે ફાટક માં વારંવાર વિભાગ દ્વારા મેન્ટેનન્સનું કામ શરૂ કરી દેતા રસ્તો બંધ કરી દેવામાં આવે છે જેને લઈને રાધનપુર સુઈગામ હાઈવે પર આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકો તેમ જ વાહનચાલકો રેલવે વિભાગ પ્રત્યે ભારે રોષ વ્યકત કરી રહ્યા છે.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









